મોરબી: પીપળીયા ચાર રસ્તા પાસે યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: બિયારણ લેવા ગેયલ ત્યારે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ છે.કે.ટી. હોટલ ખાતે ચા પિવા ઉભા રહેતા બે શખ્સો આવી યુવક સાથે સામુ જોવા બાબતે ઝગડો કરી યુવકને ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઈજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી)ના જેડા વિસ્તાર મુલ્તાનશા પીરની દરગાહ પાસે રહેતા હૈદરભાઈ અલીમામદભાઈ જેડા (ઉ.વ.૩૩) એ આરોપી હુશેનભાઈ હૈદરભાઈ સંધવાણી તથા અવેશભાઈ હૈદરભાઈ સંધવાણી રહે. બંને સંધવાણી શેરી માળિયા (મી) વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૭-૨૦૨૩ ના રોજ સાડા નવેક વાગ્યા વખતે ફરીયાદી પીપળીયા ચાર રસ્તા ખાતે બીયારણ લેવા ગયેલ ત્યારે પીપળીયા ચોકડી પાસે જે.કે.ટી હોટલ ખાતે ચા પીવા ઉભા રહેતા ત્યાં આરોપી બન્નેએ ત્યાં મોટરસાયકલ લઇને આવી આરોપીઓએ ફરીયાદી સાથે સામુ જોવા બાબતે બોલાચાલી કરી ઝગડો કરી ભુંડાબોલી ગાળો બોલતા ફરીએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી હુસેનભાઇ એ તેની પાસે રહેલ છરી વડે ફરીયાદીને ડાબી આંખ ઉપર કપાળના ભાગે છરી વડે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર હૈદરભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.