મોરબી: પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે તારીખ 25/10/2022 નેં મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે.
કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર સમાજ નો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ન હોય આ વર્ષે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી, ઉમા મેડિકલ- મોરબી, તથા ઉમા સંસ્કારધામ (સમાજવાડી) લજાઈના ઉપક્રમે મોરબીમાં વસતા તમામ કડવા પાટીદારોનું સ્નેહમિલન 25 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાશે. જેમાં કુળદેવી મા ઉમિયાની સમૂહ આરતી કરી સૌ નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવશે. ત્યારે આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા કડવા પાટીદારોને આમંત્રણ પાઠવાયું છે. સ્નેહમિલન પૂર્ણ થયા બાદ અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...