મોરબી: મોરબીમાં કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ શીશો અકસ્માતે હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ન્યુ રેલ્વેકોલોની ધકાવાળા મેલડીમાની સામે રહેતા બીપીનભાઈ ભનુભાઇ ડાઠીયા (ઉ.વ.૩૫) ગત ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ પ્લાસ્ટીકના શીશામાંથી કેરોસીન નાખવા જતા અક્સ્માતે શીશો હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગતા દાજી જતા પ્રાથમીક સારવાર સવીલ હોસ્પિટલ મોરબી લઈ વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ રાજકોટ રીફર કરેલ હોય જ્યા સારવાર દરમીયાન ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની...