કોંગ્રેસ શાસિત નગરપાલિકા વખતે મોરબી માં ખાડા કે ખાડા માં મોરબી કેમ્પેન ચલાવતા લોકો ક્યાં ખોવાઈ ગયા?
ટ્રાફિક જામ અને હાડપિંજર જેવા રોડ રસ્તાથી મોરબીવાસીયો ત્રસ્ત છે ત્યારે રાજકિય નેતાઓ સહિત સામાજિક આગેવાનોનું પણ ભૈદી મૌન??
મોરબીના રસ્તા બિસ્માર હાલતમાં છે કે વાહન ચાલકોને ચાલવું તો ચાલવું ક્યાં એ સવા મણનો સવાલ છે પણ… આ બાબતે નાતો મોરબીના સાંસદ કશું બોલવા તૈયાર છે નાતો ધારાસભ્ય અને પાલિકા તંત્રની તો વાત જ શું કરવી
આમતો ચૂંટણી ટાઈમે પેરીસ બનાવવાના સપના બતાવી નેતાઓ જાદુગરના જાદુની જેમ ગુમ થઇ જાય છે પણ મોરબીમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા હતી ત્યારે કેટલા ઉદ્યોગપતિઓ અને કેટલા મોરબીના નાગરિકો દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું પોતાની કારની અંદર બેનરો લગાવવામાં આવ્યા હતા કે મોરબી માં ખાડા કે ખાડા માં મોરબી પણ હાલમાં ત્યારની કોંગ્રેસ શાસિત નગરપાલિકા થી પણ આજ મોરબીની હાલત ખરાબ છે તો આવા સમય માં તેવું કોઈ કેમ્પેન કેમ કરવામાં નથી આવતું તે પણ સવાલ થઇ રહ્યો છે
મોરબી આમ તો સિરામિક નગરી છે હજારો સિરામિક ના એકમો આવેલા છે ગુજરાત નું સૌથી હાઇસ્ટ ટેક્સ પે કરતુ અને હાઈએસ્ટ માથાદીઠ ઈન્ક્મ ધરાવતું સીટી એટલે મોરબી છતાં જો સરકાર અને મોરબીથી સરકારનું પ્રતિનધિત્વ કરતા નેતા મોરબીને આવો અન્યાય શા માટે કરતા હશે?
મોરબીના ખોખરા હનુમાન રોડ ફૂલ ખાડા ફૂલ ટ્રાફિક એવીજ રીતે ઘુંટુ રોડ, પીપળી જેતપર રોડ, મેન હાઇવે ફૂલ ટ્રાફિક અને ખાડા ખાબોચિયા છે આવા ખાડા માં જો કોઈ બીમાર હોઈ, કોઈ ડીલેવરી કેશ, એક્સીડંટ કેશ હોઈ તો 108 પણ ટાઇમ સર પહોંચી સકતી નથી જેથી જેતે સમયે કરેલા કેમ્પન ની હાલ ખાસ જરૂર જણાઈ રહી છે પણ આવું થશે કે કેમ તે આવનારો સમય કહી શકે