Wednesday, May 21, 2025

મોરબી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ૨૩ ઓગસ્ટથી શરૂ કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ -૨૦૨3 માટેની ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૩-૦૮-૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે.

તમામ આઈ.ટી.આઈ. પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ. ટી.આઈ) ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી..આઈ. મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન મેરીટ આધારીત ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્રવેશ આપવાની પ્રક્રિયા તા.૨૩-૦૮-૨૦૨૩ થી ૩૧-૦૮-૨૦૨૩ દરમિયાન દરરોજ હાથ ધરવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (અસલ) (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૪) જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (૫) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર (૬) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ (૭) આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો (૮) બેંક પાસબૂક ( મરજીયાત) (૯) આવકનો દાખલો (૧૦) BPL (જો લાગુ પડતું હોય) સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. તેમ આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર