Friday, August 15, 2025

મોરબી જેઈલ રોડ પર રહેણાંક મકાનમાંથી પાંચ જુગારી ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જેઇલ રોડ પર ગુરૂકૃપા કોમ્પલેક્ષ પ્રથમ માળે આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપીયા ૧૦,૫૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી જેઇલ રોડ પર ગુરૂકૃપા કોમ્પલેક્ષ પ્રથમ માળે આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો અનિલભાઇ મુળુભાઇ ગજીયા (ઉ.વ.૪૯) રહે.મોરબી નવલખીરોડ અક્ષરધામ પાર્ક, ઇશ્વરલાલ છગનભાઇ ઠાકોર (ઉ.વ.૬૮) રહે.મોરબી કંસારા શેરી ગ્રીનચોક, અમીતભાઇ ગંગારામભાઇ અગેચણીયા (ઉ.વ.૪૫) રહે.મોરબી ભવાનીચોક બુઢાબાવાની શેરી, ભરતભાઇ હમીરભાઇ નાગલાણી (ઉ.વ.૫૨) રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૦૭, રામભાઇ નારણભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા. બોર્ડ એમ.૪૭ બ્લોક નં.૨૬૧ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૧૦,૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર