Wednesday, August 20, 2025

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રના સંચાલક લોહાણા સમાજ અગ્રણી અનીલભાઈ ગોવાણી દ્વારા તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી.

પ્રવર્તમાન સમયમાં લોકો પોતાના જન્મદીન તથા શુભ પ્રસંગોની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણીઓએ સદાવ્રત માં સહયોગ અર્પણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, પ્રતાપભાઈ ચગ, નિર્મલભાઈ જારીયા (પ્રમુખ-મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સોનલબેન વસાણી (પ્રમુખ -રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચો), નૈમિષભાઈ પંડિત, સી.ડી. રામાવત, અનોપસિંહ જાડેજા, નેવિલભાઈ પંડિત, ચંદ્રવદનભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ ચંડીભમર, નરેન્દ્રભાઈ પાઉ, સુનીલભાઈ પુજારા, અનિલભાઈ સોમૈયા, સંજયભાઈ હીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અમિતભાઈ પોપટ, જયંતભાઈ રાઘુરા, નરશીભાઈ રાઠોડ, મનિષભાઈ પટેલ, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર