મોરબી: જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ બિસ્માર હાલતમાં
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા, ગોકુળીયા, સુરવદર જીકિયારી સહિતના ગામો આવેલ છે જે તમામ ગામના લોકો કારખાને જવા માટે આ રોડ પરથી પસાર થતા હોય છે.
આ રોડની હાલત એટલી ખરાબ છે કે રોડ પર ફોર વ્હીલ ચાલી શકે તેમ નથી અને બાઈક પણ મહા મહેનતે ચાલે છે. લોકો દવાખાને પણ પાવડીયારી જતા હોય છે હોય છે ત્યારે હોસ્પિટલ લઈ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો. જેથી આ બાબતે સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા એવો જવાબ આપવામાં આવેલ કે આ નર્મદા નિગમમા આવે છે. ત્યારે લોકો એવી માંગ કરી રહ્યા છે જલ્દીથી રોડની કામગીરી કરી નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.