Tuesday, September 16, 2025

મોરબીના જેતપર ગામે યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ શખ્સોએ 6.4 લાખની લુંટ ચલાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયકુમાર સુરેશભાઈ અમૃતીયા (ઉ.વ.૨૫) એ આરોપી પંકજભાઈ ચમનભાઈ ગોઠી રહે. હળવદ તથા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પંકજભાઈ તથા બે અજાણ્યા ઇસમો ફોરવ્હીલ કાર લઇ ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના માતા તથા ભાઇ સાથે ઝઘડો કરી ભુંડા બોલી ગાળો આપી તેમજ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની માલિકીની મારૂતી સુઝુકી ફ્રોક્સ ગાડી નંબર GJ-36- AP-4447 કી.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા ગાડીમાં રાખેલ રોકડા રૂ.૫૦, ૦૦૦/- તથા ઓપો મોબાઇલ કી.રૂ. ૨૦૦૦/- તથા વીવો મોબાઇલ કી.રૂ. ૨૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ કી.રૂ. ૫૦,૦૦૦/- એમ કુલ કી.રૂ. ૬,૦૪,૦૦૦/- ની ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક ડર બતાવી લુંટ કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૦૯(૪), ૩૫૧(૨)(૩), ૩૫૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર