મોરબી: મોરબી જેલ રોડ પર બિરાજ સાડીના શો રૂમ પાસે પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં કેનાલ રોડ પર બોરીયા પાટી મેઘાણીની વાડીએ રહેતા ભીમજીભાઈ રાજેશભાઈ ડાભી (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના પોણા છયેક વાગ્યાથી છયેક વાગ્યે દરમિયાન અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો હોન્ડા કંપનીનું CD ડીલકસ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-03-ED-0733 મોડલ સને-૨૦૧૧ વાળુ કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયા હોવાનું ભીમજીભાઈએ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મંજુરી વગર ચાલી રહેલા બાંધકામોને અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ સંબંધિત પક્ષકારોએ મહાનગરપાલિકાની નોટિસની અવગણના કરી બાંધકામ કાર્ય ચાલુ રાખ્યું હતું, જે નિયમ મુજબ ન...
મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ફૂડ શાખા એ લાયસન્સ અને સ્વછતા અંગેની સૂચના વેપારીઓને પાઠવી હતી. સ્વછતાનું ધોરણ ન જળવાય તેવા 15 મીઠાઇ ફરસાણ, ડેરી, હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવી હતી, તથા મોરબીની જુદી...
આજે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ સનાળા રોડ ખાતે આવેલ પટેલ શોપિંગમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ પ્રવીણ સિંહ વણોલ, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી, મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન...