Thursday, November 7, 2024

મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો સહીત દીવંગતોના અસ્થિઓનુ સામુહિક અસ્થિ વિસર્જન કરાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિદ્યુત સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા અનુરોધ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫-૨૦૨૪ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ ઉપરાંત જે લોકો પોતાના દીવંગતોના અસ્થિઓ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૧૫-૫-૨૦૨૪ બુધવારના રોજ મોરબીના તમામ સ્મશાને થી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૧૫-૫ બપોરે ૩ વાગા સુધીમા શહેરના વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારાવવા વિનંતી.

આ ભગીરથ કાર્યમા સંસ્થાના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર