વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મુળ નવાગામ (લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો. પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ MBBS નો અભ્યાસ પૂર્ણ કરી MD (Medicine) માં અભ્યાસ કરી રહ્યા છે તેમણે તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફરના સુપુત્ર ડો. પ્રિન્સ ફેફરે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ,પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.
મોરબીમાં કિંમતી જમીન પચાવી પાડવાની ફરિયાદ સુરા પોલીસ કેમ તપાસ ને અવળી રીતે જ તપાસ કરે છે?નામદાર કોર્ટ દ્વારા હમણાં થોડા દિવસો પહેલા આરોપી કનૈયાલાલ દેત્રોજા,ઉપેન્દ્ર કાસુન્દ્રા અને બેંક કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ ના આદેશ આપ્યા હતા.
આવી ગંભીર તપાસ કોઈ ઉચ્ચ અધિકારી ને સોંપવાની હોય પરતુ એક...
મોરબી શહેરમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતી યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતા રિયાબેન અભીજીતભાઈ ભટ્ટ (ઉ.વ.૨૨) નામની યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી...