શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન
ગોકુળ ના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન પ.પૂ. રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે સપ્તાહમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવા માં આવ્યા હતા. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીત ના અગ્રણીઓનું શાલ તેમજ સન્માન પત્ર અર્પણ કરી સપ્તાહ ના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતના દ્વારા સન્માન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
ટંકારા પડધરી વિસ્તારમાં દેશી હોઈ કે વિદેશી દારૂનો ધીકતો ધંધો: અંકુશ લગવવમાં પોલીસ અને ધારાસભ્ય નિષ્ફળ
સૌ પ્રથમ પોલીસની વાત કરીએ તો ટંકારા પોલીસ ની કેવી કામગીરી છે એ ખૂબ ચર્ચામાં છે હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાં પૈસા ખાઉ અને ધારાસભ્યના નજીકના ટંકારા પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઈ વાઈ કે ગોહિલ ને...
માળીયા તાલુકામાં ત્રણ ખેડૂતોએ મળી માળિયા તાલુકાના ખેડૂતોની જમીન વિઘરોટી પર રાખી ચાલુ વર્ષે ચોમાસામાં કપાસનું બિયારણ બોટાદના શખ્સ પાસેથી મેળવી વાવતા બોગસ બીયારણ આપી શખ્સે ખેડૂતો સાથે છેતરપિંડી કરી લાખોની નુકસાનની કરી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના નવાગામના વતની અને હાલ...
મોરબી નવલખી રોડ પર સેન્ટમેરી સ્કુલ પાસે ફાટકના બંમ્પ પાસે યુવકની કાર સાથે આરોપીની કાર પાછળથી અથડાય જતા યુવક તથા સાહેદ સાથે માથાકુટ કરી કારમા નુકસાન કરતા યુવકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ બે ત્રણ દિવસ પહેલા મોરબીના રવાપર ગામ હીરલ પોઇન્ટ એપાર્ટમેન્ટમાં...