અત્યાર સુધી ના ૧૨ કેમ્પ માં કુલ ૩૮૫૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.
જે અંતર્ગત તા.૪-૮-૨૦૨૨ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૭૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૬૬ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા મા આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૧ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૩૬૮૮ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૬૫૪ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૧૭૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૬૬ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે.
કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...