મોરબી તાલુકા વિસ્તારના જાંબુડિયા ગામ પાસે પાણીમાં અચાનક બાળકી ડૂબી જતાં તેનું મોત નિપજ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા પાવર હાઉસ નજીક પાણીમાં ડૂબી જતાં મૂળ મધ્યપ્રદેશના વતની ભુરીબેન સોહમભાઇ ભુડળ ઉ.10નું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
