રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અનવ્યે આજે સમગ્ર દેશમાં મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીની ઉપસ્થિતમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સાફ સફાઈ કરી આ મહા અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે સરપં હંસાબેન રમેશભાઈ કણસાગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી નરસંગભાઇ છૈયા, વિપુલભાઈ પારીયા, જ્યોતિ રાઠોડ, જાગૃતિ ચાવડા, તલાટી કમ મંત્રી સાગર વરસડા, ગ્રામ પંચાયત સભ્ય અનિલભાઈ, શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી તેમજ શિક્ષણ ગણ અને મોટી સંખ્યામા ગ્રામજનો વગેરે મહાશ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...