મોરબી: જેતપર રોડ પર પાવડીયારી કેનાલ નજીકથી બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં જેતપર રોડ પર આવેલ પાવડીયારી કેનાલ નજીક કિસ્મત ગેરેજ સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગબનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને હાલ જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે ઈન્ડિકા સેનેટરી કારખાનાની લેબર ક્વાર્ટરમાં તા.જી. મોરબી રહેતા દેવાભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ ૪૪)એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીનુ પોતાનુ સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-13-AQ-5482 કિ.રૂ.૪૦૦૦૦/- વાળામા ચાવી રાખી મોટરસાયકલ મુકીને ચા પીવા માટે ગયેલ અને ચા પીને પરત આવતા ફરીયાદીનું મોટરસાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાનું દેવાભાઈએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.