મોરબી: જેતપર ગામે ગાડી ચલાવવા બાબતે માથાકુટ કરી યુવાન પર આઠ શખ્સોએ છરી ધોકા વડે કર્યો હુમલો
મોરબીના જેતપર ગામે રહેતા યુવક પર ગઇકાલના રોજ સાંજે ગામના જ આઠ જેટલા ઈસમોએ ગાડી ચલાવવા બાબતે માથાકૂટ કરી ઝઘડો કર્યો હતો અને ધોકા વડે માર માર્યો હોવાની જેતપર પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. આ બનાવ બાદ ગ્રામજનોએ બંધનું એલાન કર્યું હતું જેને પગલે જેતપર ગામની બજાર વહેલી સવારથી જ સજ્જડ બંધ રાખવામાં આવી છે બપોર બાદ એસપી અને કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રાજેશભાઈ દુધાભાઈ પટેલ સવારે સાંજે 7:45 વાગ્યાની આસપાસ ગામની મોમાઈ કરિયાણા સ્ટોર નામની દુકાન પાસે ઊભા હતા ત્યારે અબ્દુલ નામનો શખ્સ આવી ચડ્યો હતો અને ગાડી ચલાવવા મુદ્દે થયેલ ઝઘડાનો ખાર રાખી તેમ કહી રાજેશભાઈ ને ગાળો આપી હતી બાદમાં રાજેશભાઈ જ્યારે ચામુંડા પાન નામની દુકાને બેઠા હોય તે દરમિયાન 4 જેટલી બાઇકમાં અબ્દુલ નથુ કૈડા, ભુરો અબ્દુલ કૈડા,ઇમ્તિયાઝ અબ્દુલ કૈડા, અસલમ હનીફભાઈ ભાઈ,અબ્દુલનો ભત્રીજો અકીલ અને સાહિદ તુકાન ઓસમાણ તેમજ હુસેન ઓસમાણ શહિતનાએ છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે રાત્રે મોરબી તાલુકા પોલીસ મથકે 8 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં 4 આરોપી પોલીસના હાથ વેતમાં હોવાનું પણ સામે આવ્યું છે.
આ બનાવ બાદ ગ્રામજનોએ પણ સજ્જડ બંધ પાડયો હતો. તેમજ બપોર બાદ એસપી અને કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.