મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વધુ બે દિવસની રજા; માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એક દિવસની રજા
મોરબી : મોરબી જિલ્લામાં આજે તારીખ ૧૫ની રાત્રિના વાવાઝોડાની અસર વધુ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને ૧૬ તારીખે પણ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા મોરબી જિલ્લાની પ્રાથમિક શાળામાં વધુ બે દિવસની રજા અને માધ્યમિકમાં વધુ એક દિવસની રજા જાહેર કરી છે. જ્યારે કે તંત્રએ અગાઉ ૧૩,૧૪ અને ૧૫ તારીખ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર કર્યા બાદ આજે વાવાઝોડાની અસર અને સ્થિતિને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે શાળાઓની રજાઓ લંબાવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓ તારીખ ૧૬ અને ૧૭ બે દિવસ બંધ રહેશે જ્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ૧૬ તારીખ સુધી બંધ રહેશે. આમ પ્રાથમિક શાળામાં વધુ બે દિવસની રજા અને માધ્યમિકમાં વધુ એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે.