Wednesday, May 14, 2025

મોરબીમાં જુગારની મોસમ પુર બહાર: 9 મહિલા સહિત 27 ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં જુદી જુદી જગ્યાએ તીનપત્તીનો વડે જુગાર રમતા ૯ મહિલા સહિત ૨૭ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન તથા સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપરના ઝાંપા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો આશીફભાઈ હાજીભાઈ જંગીયા રહે વિશીપરા હુશૈનભાઈ ભટીના ઘરની બાજુમા મોરબી, તૈયબભાઈ ઈસ્માઈલભાઈ ખુરૈશી, રહે કબીર ટેકરી શેરી નં.૩ મોરબી, રઘુભા મુળુભા રાઠોડ રહે વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ.૩૮૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

જ્યારે મોરબી નવલખી રોડ રેલ્વે કોલોનીમાં તીનપત્તીનો જુગાર રમતા તેર ઈસમો હિનાબેન ભરતભાઇ સિધવ, શૈલેષભાઇ વશરામભાઇ ઇન્દરીયા, ઉષાબેન દિનેશભાઇ પાટડીયા, છાયાબેન દીલીપભાઇ મોહનભાઇ કુંઢીયા, શીલ્પાબેન રણજીતભાઇ રમેશભાઇ ઇન્દરીયા, શાહરૂખભાઇ રફીકભાઇ પઠાણ, સાગરભાઇ રાજુભાઇ માલકીયા, મહેશભાઇ સામતભાઇ વીંજવાડીયા, લાભુબેન રમેશભાઇ રામજીભાઇ ઇન્દરીયા, ડીમ્પલબેન વાસુદેવભાઇ મગનભાઇ પરમાર, જસ્મીનબેન મોમીનખાન અબ્દુલખાલીદખાન પઠાણ, ઝુબેદાબે, હાજીભાઇ જીવાભાઇ ખોખર, શેરબાનુબેન રફીકભાઇ કાસમભાઇ પઠાણ રહે. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૩૪૬૫૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

જ્યારે મોરબીની ત્રાજપર ચોકડીથી રામકુવા વાળી શેરી પેરેસીન મોટર ગેરેજની બાજુમાં આરોપીના કબ્જા ભોગવટા વાળા ટ્રાન્સપોર્ટના ગોડાઉનના ડેલામાં આવેલ ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મનિષભાઇ ભોજાભાઇ ગોલતર રહે.મહેન્દ્રસિંહજી હોસ્પિટલની સામે મોરબી-૨, આરીફભાઇ હુશેનભાઇ ચૈાહાણ રહે.ત્રાજપર ગામ જાપાવાળી શેરી મોરબી-૨, હિતેષભાઇ નાજાભાઇ ગોલતર, રહે.ત્રાજપર ગામ એસ્સારપંપની પાછળ ત્રાજપર ગામ મોરબી-૨ મ ણભાઇ મલાભાઇ રાતડીયા, રહે.સો-ઓરડી કનૈયા પાનની સામે મોરબી-૨, યોગેશભાઇ ભુપતભાઇ વણપરા રહે.જનાધુંટુ રોડ સિલ્વરપાર્ક સોસાયટી મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૧,૦૩,૪૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ઈસમો અજયભાઇ કોળી રહે.ત્રાજપર મોરબી-૨, કિશનભાઇ ભરવાડ રહે.માધાપર મોરબી, અજયભાઇ ભરવાડ રહે.માધાપર મોરબીવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

તેમજ મોરબીના લાભ નગરમાં જુગાર રમતા છ ઈસમો દિનેશભાઇ અમરશીભાઇ સાલાણી, નરેશભાઇ મગનભાઇ સાલાણી, ભરતભાઇ શામજીભાઇ થરેસા,
રવજીભાઇ જેરામભાઇ સાલાણી, રામજીભાઇ જેરામભાઇ સાલાણી, રહે બધા મોરબી લાભનગર મફતીયાપરા વિસ્તારમાં તથા દિનેશભાઇ બીજલભાઈ ગજીયા બોરીચા રહે.રણછોડનગર શંકરના મંદિર પાસે ગરબી ચોક મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૫૬૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર