મોરબીના જુના ઘુંટુ રોડ પર શ્રીનાથજી કાંટા સામે જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ પર શ્રીનાથજી કાંટા સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ પર શ્રીનાથજી કાંટા સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો સવજીભાઇ જીવાભાઇ ચારોલા ઉ.વ.૬૫ રહે. રવાપર રોડ શ્યામ પેલેસ બ્લોક નં.૪૦૨ મોરબી, ગુણવંતભાઇ નારાયણભાઇ પટેલ ઉ.વ.૫૬ રહે. કેનાલ રોડ નિર્મળ સ્કુલની બાજુમા શુભ પેલેસ બ્લોક નં.૨૦૨ મોરબી, કેતનભાઇ પટેલ ઉ.વ.૩૩, જલ્પેશભાઇ વિનોદભાઇ ઘોડાસરા ઉ.વ.૨૭ રહે. ગામ-વાંકડા તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.