મોરબીના કેરાળા (હરીપર) ગામે ચાલી રહેલી બેફામ ખનીજ ચોરી બંધ કરવા ગ્રામ પંચાયતની માંગ
મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે કેરાળા હરીપર નદીના પટમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જે ખનીજ ચોરી બંધ કરવા કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામમા ખનીજ માફિયાઓ દ્વારા કેરાળા હરીપર નદીના પટ્ટામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે. આ ખનીજ ચોરી અંગે કેરાળા ગામના સરપંચ દ્વારા દ્વારા ટેલીફોનીક રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ આ બાબતે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. નદીના પટ્ટામાં હાલ ખોદેલ સાદી રેતીના સટ્ટા કરવામાં આવેલ છે. જેથી ગ્રામજનો દ્વારા તાત્કાલિક આ ખનીજ ચોરી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.