મોરબી: કબ્રસ્તાન નજીક કોણ ગાંજાની પડીકીનું વેચાણ કરી રહ્યું છે ?
મોરબી: મોરબીમાં યુવાધનને નશાના આદિ બનાવવા એક રેકેટ ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થ જેવાકે ડ્રગ્સ,ગાંજો ,વિદેશી દારૂ ,પોલીસ ઝડપી પાડે છે ત્યારે ચક્રવાત ટીમને અંગત સૂત્રો જે નામ ન આપવાની શરતે જણાવાયું હતું કે ચિત્રકૂટ સિનેમા નજીક આવેલ કબ્રસ્તાન તેમજ વી.સી હાઈસ્કૂલ નજીક સાંજ ના સમયે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે અને યુવાધન ને ખાસ ટાર્ગેટ બનાવે છે ત્યારે પ્રશ્ન એ છે કે આ નશા નું વેચાણ કેટલા સમય થી અને કોણ કરી રહ્યું છે ? જે જગ્યા એ વેચાણ થઈ રહ્યું છે ત્યાં વી.સી હાઈસ્કૂલ આવેલ છે વિદ્યાર્થીઓ ને પણ ટાર્ગેટ બનાવતા હોય તેવું પણ અમારા સૂત્રો પાસે થી જાણવા મળેલ છે ત્યારે આ દિશામાં શુ પોલીસ તપાસ કરશે ? જો આવા અસામાજિક તત્વો યુવાધન ને નશાના આદિ બનાવવા નો પ્લાન બનાવતા હોય અને અમારા સૂત્રોના અનુસાર આ વાત સાચી હોય તો તાત્કાલિક પોલીસ પગલાં લે તેવી લોક માંગણી છે.