મોરબી જિલ્લામાં હર હંમેશ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે શહેરના અધિકારીઓને પદાધિકારીઓ પ્રેરક પગલાંઓ લેતા હોય છે
ત્યારે આવનારી ક્રિકેટ સીઝન અંગેના આયોજનની વિગતવાર માહિતી મેળવવા માટે મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડનું મુલાકાત લીધી હતી અને એક્સેલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ અને મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાની સાથે બે કલાક સુધી ક્રિકેટના ગ્રાઉન્ડ પર મહત્વની ચર્ચા કરી હતી અને ખેલાડીઓએ રમત દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત મોરબીના ક્રિકેટર વધુમાં વધુ મેચ રમી શકે તેના માટે ગ્રાઉન્ડનું આયોજન કરવા માટેની પણ અગત્યની ચર્ચા કાંતિભાઈ દ્વારા કરવામાં આવી હતી
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...