મોરબી ખાતે યોજાશે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ
સ્પર્ધકોએ ૧૧ જુલાઈ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવા
મોરબી: રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય – હિંદુસ્તાની, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ “અ” તથા “બ” બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર “બ” વિભાગ માટે યોજાશે. જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોક્ગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત – કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું) , ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એમ ૧૯ સ્પર્ધાઓ “ખુલ્લા” વિભાગમાં યોજાશે.
આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ “અ” (૩૧/૧૨/૨૦૦૩ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા), ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ – બ (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના “ખુલ્લા” વિભાગમાં (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે.
આ યુવા ઉત્સવમાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૧-૭-૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૧૧-૦૭-૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.