મોરબી: મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહ – ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ , વિકાસ વિધાલય – મોરબી ખાતે ૧૨ જૂનના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા ‘વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ખાતે થી District Legal Service Authority- Morbi ( DLSA) સેક્રેટરી બિ.એસ ગઢવી દ્વારા ઉપસ્થિત રહી બાળકોને બાળ મજુરી, શિક્ષણનું મહત્વ તથા કાયદાકીય મદદ અંગે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિકાસ વિદ્યાલય મોરબી ખાતે બાળકોને મળતી તમામ સુવિધાનું નિરિક્ષણ કર્યું હતું. બાળકો વધુ ને વધુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધવા શુભેચ્છા પાઠવેલ હતી. તથા આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વિકાસ વિદ્યાલય મોરબીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી: ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઇ અને હર્ષદભાઇ ના પિતા સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું તારીખ 12/11/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું તારીખ 14/11/2025ને સવારે 8 થી 10 કલાકે નવી પીપળી પ્લોટ વિસ્તાર, પાણીના ટાંકા પાસે રાખેલ છે.
નોંધ:- તા. ૨૨/૧૧/૨૦૨૫...
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અગાઉ નગરપાલીકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે બસ સેવા સુચારૂ રીતે ચાલી રહી હતી પરંતુ વર્ષ ૨૦૨૫ માં મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપુર્ણપણે બંધ છે જેના...