Tuesday, July 22, 2025

મોરબી: ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાણી ભરાવાના કારણે મહિલાઓનો પાલીકામા હલ્લાબોલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના છાત્રાલય રોડ પર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં વરસાદી અને ભુગર્ભના પાણી ન ઓસરતાં મહિલાઓ દ્વારા મોરબી નગરપાલિકામાં હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબી શહેરમાં ત્રણ દિવસ પડેલ ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા ત્યારે મોરબીના છાત્રાલય રોડ પર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી-૦૨ માં ઘરમાં અને શેરીમાં વરસાદી અને ભુગર્ભના પાણીના કારણે ગટર ચોકઅપ થઈ જવાથી ઘરમાં અને શેરીમાં પાણી ન ઓસરતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો જેથી ક્રિષ્ના પાર્ક સોસાયટીની મહિલાઓ મોરબી પાલિકામાં પોહચી હતી અને ભુગર્ભ સાફ કરવા મુદ્દે હલ્લાબોલ કરી કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ નગરપાલિકાના અધિકારીઓને આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર