મોરબી-કચ્છ હાઈવે પર ટ્રકે અડફેટે લેતા બાઈક સવાર ગંભીર ઈજાગ્રસ્ત
મોરબી – મોરબી-કચ્છ હાઈવે રોડ ઉપર ખીરઈ ગામના પાટીયા નજીક ટ્રકે પાછળથી હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના વીર વીદરકા ગામે રહેતા લાલદાસ મનસુખભાઇ વૈષ્ણવ (ઉ.વ.૨૪) એ આરોપી ટ્રક નંબર જી.જે.-૧૨-એયુ-૬૨૬૯ ના ચાલક વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૬-૦૮-૨૦૨૨ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોરબી- કચ્છ હાઈવે રોડ ઉપર ખીરઈ ગામના પાટીયા નજીક આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક નંબર જી. જે. -૧૨ -એયુ – ૬૨૬૯ વાળો પુર ઝડપે અને ગફલત ભરી રીતે પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના મોટરસાઇકલ જી. જે. -૨૭ – ડીએ-૭૭૨૪ મા પાછળથી ભડકાળી નીચે પાડી દઇ ફરીયાદીને ડાબા ગાલમા તથા માથામા તથા દાઢીના ભાગે ઇજા કરી તેમજ છાતીમા પાસડીમા જમણી સાઇડમા તથા ડાબા હાથના અંગુઠામા ફેકચર જેવી ઇજા કરી તેમજ તેમના સાથીને જમણા પગમા નળાના ભાગે તેમજ માથામા જમણા લમણામા ફેકચર જેવી ઇજાઓ કરી સાહેદના મોટરસાઇકલમા નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.