મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા ને લઇ ને મોરબી ના રઘુવંશી પરિવારો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજન ને નિખારવા માટે જ્ઞાતિબંધુઓ ની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજ ની મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મિટિંગ તારીખ 14મી ઓક્ટોબર ને મંગળવાર ના રાત્રે 9-30 કલાકે મોરબી ના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગ માં લોહાણા સમાજ ની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ એ આમંત્રણ પાઠવ્યું છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવાની છે જે ૭૦ મણ ખરીદવાની હોવાના એહવાલ પ્રસિદ્ધ થયા છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખી સરકાર દ્વારા ૩૦૦ મણ મગફળી ખરીદવા અથવા ખેડૂતોના ખાતામાં સિધા ૧ લાખ ૩૫ જમાં કરાવવાની માંગ સાથે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી...
માળીયા(મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીમસર ચોકડી પાસે રોડ ઉપરથી ડમ્પરના ઠાઠામાં પતરા તથા તાલપત્રીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના ચપાલા નંગ- ૪૩૨૦ તથા બે અલગ-અલગ બ્રાંડના બીયરના ટીન નંગ ૨૫૬૮ કિં.રૂ. ૫,૬૪, ૯૬૦/- મળી કુલ ૧૦,૮૩,૩૬૦/- નો ઇંગ્લીશ/ બીયરનો જથ્થો મળી કુલ કિ.રૂ. ૨૫,૯૩,૩૬૦ /- ના મુદામાલ સાથે એક આરોપીને...
મોરબી શહેરમાં મારામારીના બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા મોરબી જાણે ક્રાઈમમા બિહારના પગલે ચાલી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ પર જીલ્લા પંચાયત કચેરી નજીક રોડ ઉપર આરોપીની દુકાન સામે વૃદ્ધે ટેબલ રાખેલ હોય જે ટેબલ લેવા બાબતે વૃદ્ધને ચાર શખ્સોએ ગાળો આપી...