Saturday, May 3, 2025

મોરબી લજાઈ રોડ પરથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર સાથે બે ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી લજાઈ રોડ ઉપર આવેલ ચીલફીલ ફુડ નામના કારખાના પાસે આવેલ કેનાલ નજીકથી ઈંગ્લીશ દારૂ બીયરથી ભરેલ કાર સાથે બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી લજાઈ રોડ ઉપર આવેલ ચીલફીલ ફુડ નામના કારખાના પાસે આવેલ કેનાલ નજીક આરોપી રવિભાઈ ભાવેશભાઈ રામાનુજ (ઉ.વ.૨૪) રહે. લજાઈ તા. ટંકારાવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી આઈ ટ્વેન્ટી કાર રજીસ્ટર નંબર -જીજે-૦૧-આર.ડી-૭૧૫૭ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૩ કિં રૂ.૩૩,૮૮૦ તથા વોડકા બોટલ નંગ -૭૨ કિં રૂ. ૨૩,૭૬૦ તથા ચપલા નંગ -૪૩ ની કિં રૂ.૪૩૦૦ તથા બીયર ટીન નંગ -૭૨ કિં રૂ.૭૨૦૦ મળી કુલ કિં રૂ. ૬૯,૦૬૦ તથા કારની કિંમત રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨,૬૯,૦૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી રવિભાઈ ભાવેશભાઈ રામાનુજ (ઉ.વ.૨૪) રહે. લજાઈ તા. ટંકારા તથા મનિષભાઇ પ્રભાતભાઈ વિઠલાપરા (ઉ.વ‌.૩૬) રહે. ધ્રુવનગર તા. ટંકારાવાળાને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર