Saturday, July 26, 2025

મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક થી લખધીરપુર સુધીનો રસ્તો વન વે કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલિકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. રસ્તાનો સિમેન્ટ કોંક્રેટનો ક્યોરીંગ પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન વે કરવો જરૂરી છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક (કેનાલ ક્રોસિંગ) થી લખધીરપુર સુધીના રસ્તાને વન વે કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર નેશનલ હાઇવે થી લખધીરપુર ગામ તરફ જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસિંગ (એન્ટિક સીરામીક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈને લેક્સેસ ગ્રેનાઈટો થઈ લખધીરપુર ગામ તરફ જવા વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

લખધીરપુર ગામ થી નેશનલ હાઇવે તરફ જવા માટે લખધીરપુર ગામથી નેશનલ હાઇવેના મુખ્ય માર્ગ પર લખધીરપુર ગામથી સોરીસો ચોકડી થઈ ત્યારબાદ એન્ટિક સીરામીક સુધી વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

લાયક્રોસ સીરામીકથી સોરીસો ચોકડીવાળા વચ્ચેના માર્ગ પર જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસિંગ (એન્ટિક સીરામીક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈ લાયક્રોસ સીરામીક થી સોરીસો ચોકડી તરફ જવા માટે વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર