મોરબીની લીલાપર ચોકડી પાસે રોડ પર એક્ટીવા સાથે કાર ભટકાતાં બે ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે કાર ચાલક કાર મુકી નશી છુટ્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ મોરબી વાઘપરા શેરી નં- ૧૫ માં રહેતા દીપકભાઈ ગાંડુભાઈ ગોગરા (ઉ.વ.૪૯)એ મારૂતિ સુઝુકી કંપનીની અરટીંગા કાર નં- GJ-36-AC-8508 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં દીપકભાઈ પોતાનુ એક્ટીવા નં- GJ-36-H-5233 લઈને જતા હોય ત્યારે અરટીંગા કાર નં- GJ-36-AC-8508 ના ચાલક પુરઝડપે ગફલતભરી રીતે બેફીકરાઈથી કાર ચલાવી આવતા એક્ટીવા સાથે સામેથી એક્સીડન્ટ કરતા એક્ટીવા પાછળ બેઠેલા ફરીયાદીની દીકરી પુજા તથા પુત્ર માહીરને શરીરે મુંઢ ઈજા કરી પોતાની કાર મુકી નશી ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...