મોરબીના મફતીયાપરા મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયાં
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મફતીયાપરા મેઈન શેરીમાં સર્કિટ હાઉસ સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબીના મફતીયાપરા મેઇન શેરીમા સર્કિટ હાઉસ સામે જાહેરમાં રેઇડ કરી કુલ-૪ આરોપીઓ ધર્મેન્દ્રભાઇ જગદિશભાઇ ભડાણીયા (ઉ.વ.૨૦), રવિભાઇ વીભુભાઇ પાટડીયા (ઉ.વ.૨૦), આશીફભાઇ ઇસ્માઇલભાઈ ચાણીયા (ઉ.વ.૨૪) રહે. ત્રણે મફતીયાપરા ભરતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨ તથા પાર્થભાઈ ધનશ્યામભાઇ આદરોજા (ઉ.વ.૨૫) રહે,ગામ પીપડી રોડ મેઇન શેરી તા.જી.મોરબીવાળાને રોકડા રૂ.૧૩,૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.