મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે સુન્દરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે આરોપીના કબ્જા ભોગવટા વાળા રૂમમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મળી આવતા પોલીસે કુલ કિં રૂ. ૨૦,૧૨૦ ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો હતો.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે સુન્દરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે રહેતા આરોપી સુનીલભાઈ હેમરાજભાઈ મહેતા (ઉ.વ.૩૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રૂમમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૧૪૬૦૦ તથા બિયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૫૫૨૦ મળી કુલ કિં રૂ. ૨૦૧૨૦ નાં મુદામાલ સાથે આરોપી મળી આવતા તેને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.