મોરબી મહાનગરપાલિકા દ્વારા રેઇન બસેરામા ઉપલબ્ધ તમામ સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓને અવગત કરાયા
મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તથા UCD શાખાની દેખરેખ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેઇન બસેસ ) ની મુલાકાત લીધી હતી.
જેમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને શ્રી સિધ્ધી ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આ રાત્રી આશ્રય સ્થાન બે ઘર વ્યક્તિઓને મફત રહેવાની વ્યવસ્થા અને સંભાળ પૂરી પાડે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓને મનપા દ્વારા ઘરવિહોણા વ્યક્તિઓ માટે પૂરી પાડતી સુવિધાઓથી પરિચિત કરવાનો અને સમાજના વંચિત વર્ગને સામાજીક સહયોગ આપવાનો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રહેવાસીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું અવલોકન કર્યું હતું. જેમાં સવારે ગરમ નાસ્તો, બપોરે તથા રાત્રીનું સાત્વિક ભોજનનો સમાવેશ થાય છે. સમયાંતરે મેડીકલ હેલ્થકેર કેમ્પ યોજવામાં આવે છે. તથા ઘરવિહોણા લોકોના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે એ માટે બાળવાટિકા પણ બનાવવામાં આવી છે. અઠવાડિયામાં ત્રણ વખત નાઈટ ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન આવતા. તમામ તહેવારોની ઉજવણી પણ અહીં ઉજવવામાં આવે છે.