મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ; શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરાયું
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી કેટલા કામો કર્યા અને આગામી દિવસોમાં કેટલા કાર્યો કરવામાં આવશે તેની વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા કચેરીમા ફરજ બજાવતા અલગ અલગ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી -કર્મચારીઓને જુલાઈ મહિનાની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી મહાનગરપાલિકાના સીટી ઈજનેર હિતેન્દ્રભાઈ આદ્રોજાનું બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માન કરવામાં આવ્યું હતું.