Monday, September 22, 2025

મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે નવરાત્રી મહોત્સવમાં મોકડ્રીલ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે મોરબી મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને મહેન્દ્રનગર ચોકડી પાસે, ફાયર એન્ડ રેસ્ક્યૂ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું હતું.

જેમાં ફાયર કંટ્રોલ ઉપર ૦૫:૪૩ વાગ્યે કોલ આવેલો હતો કે બે કેઝ્યુલિટી ફસાયેલી હતી અને નવરાત્રીના પંડાલની સાઈડમાં આગ લાગેલી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તુરંત જ રેસ્ક્યુ વ્હીકલ અને વોટર બ્રાઉઝર સાથે ૧૦ મિનિટ ના અંતરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સાથે સાથે બે કેઝ્યુલિટીને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ સારવાર માટે મોકલેલ હતા. આ મોક ડ્રીલમાં પોલીસ અને 108 ની ટીમે પણ ભાગ લીધો હતો. આ સાથે ફાયર ડેમોસ્ટ્રેશન ટ્રેનિંગનું આયોજન કરેલ હતું જેમાં આ આયોજનમાં મોટી અર્વાચીન નવરાત્રીમાંથી જેમકે (૧) સંકલ્પ નવરાત્રી (૨) પાટીદાર નવરાત્રી (૩) ઉમિયા નવરાત્રી (૪) નીલ સીટી ક્લબ નવરાત્રી (૫) સનાતન નવરાત્રીના આયોજકો તેમજ સિક્યુરિટી સ્ટાફ જોડાયા હતાં.

મોરબીમાં મોટી નવરાત્રી નું આયોજન થતું હોય ત્યાં ભીડ પણ વધારે થતી હોય ત્યારે કોઈ પણ દુર્ઘટના થાય ત્યારે કેવી રીતે ભીડને ગ્રાઉન્ડમાંથી બહાર નીકાળવું, આગ લાગે કે બીજી કઈ દુર્ઘટના થાય તો કેવી રીતે ફાયર એક્ટિંગ્યુશર નો ઉપયોગ કરવો, ઇમરજન્સી સમયે ફાયર કંટ્રોલરૂમ નો ૧૦૧ માં અથવા ૧૧૨ કોલ કરી જાણ કરવી વગેરે રીતે માહિતગાર કરેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર