મોરબીના મચ્છુ -૦૨ ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા; નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 100% ડેમ ભરાય ગયેલ છે. જેથી ડેમનો એક દરવજો બે ફુટ ખોલવમા આવેલ હતો. જેમા વધારો કરીને બે દરવજા૦૨ ફુટ કરવામાં આવેલ છે. જેથી ડેમના નીચવાસના ગામો જેવા કે,
મોરબી તાલુકના: જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા,જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ નારણકા, બહાદુરગઢ,નવા નાગડાવાસ,જુના નાગડાવાસ, સોખડા, અમરનગર.
માળીયા તાલુકાના:વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.