Tuesday, October 14, 2025

મોરબીમાં હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળાનો પ્રારંભ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળો–૨૦૨૫નું ઉદ્ઘાટન તા. ૪ ઓક્ટોબરે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સરસ મેળો તા. ૧૭ ઓકટોબર સુધી સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી ચાલશે.

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.ના ઉપક્રમે આ મેળાનું આયોજન કરાયું છે, જે તા. ૪ થી ૧૭ ઓક્ટોબર સુધી ચાલશે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા પંચાયત પ્રમુખ એ લોકોને અનુરોધ કર્યો છે.

અહી બહેનો દ્વારા બનાવવામાં આવેલ હસ્તકળાના વિવિધ નમૂનાઓ, પટોળા, બાંધણી ચણીયા ચોળી જેવા અનેક વસ્ત્રોની વિશાલ શ્રેણી, પારંપરિક નાસ્તાઓ થકી આત્મનિર્ભરતા મેળવશે.

એસ. જે. ખાચર, કલેક્ટર (ઈ.ચા.) તથા નિવાસી અધિક કલેકટર, એન. એસ. ગઢવી જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અશોકભાઈ દેસાઈ (તાલુકા પંચાયત પ્રમુખ- મોરબી) સહિતના અધિકારીઓ તથા પદાધિકારી ઉપસ્થિતિ રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર