રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં મોરબીની એમ.પી હાઈસ્કુલ ખાતે કૃષિ (પ્રાકૃતિક ખેતી)ને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ શાળાની વિદ્યાર્થીઓને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણને પ્રાણવાયુ એવો ઓક્સિજન પૂરું પાડીને વૃક્ષો જીવનદાતાનું કામ કરે છે. ઉપરાંત શાળાના મેદાનમાં વનરાજી ઉભી કરવા બદલ શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ ગણને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળામાં કૃષિ (પ્રાકૃતિક ખેતી) અંગે વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવા બદલ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે મંત્રીએ હાઈસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ તકે મંત્રી સાથે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, આર.એફ.ઓ. જયદીપસિંહ જાડેજા, અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા તેમજ શાળાના આચાર્ય સહિત સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...