Tuesday, October 14, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ત્રિકોણબાગ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મજયંતિ નિમિતે ત્રિકોણબાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ચીફ ફાયર ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી ચડાવવામાં આવી તથા પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

તેમજ તા. ૧૭/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” પખવાડીયા અંતર્ગત વિવિધ IEC પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમો અંતર્ગત Wall Painting સ્પર્ધામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ. સાથે જ “એક કલાક, એક દિવસ, એક સાથે” અભિયાન હેઠળ સ્વચ્છતા માટે શ્રમદાનમાં યોગદાન આપનાર વિવિધ શાળાઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવેલ. ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.

આ ઉપરાંત “સ્વચ્છ ભારત દિવસ” નિમિતે મોરબી મહાનગરપાલિકા મહારાણા દ્વારા પ્રતાપ સર્કલ થી સર્કીટ હાઉસ રોડ સુધી વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નરશ, પદાધિકારીઓ, મહાનગરપાલિકા સ્ટાફ, વિવિધ એસોસીએશન અને નાગરિકો સાથે મળીને અંદાજે ૧૦૦૦ લોકો અને ૫ ટ્રેક્ટર, ૧ JCB તેમજ ૧ લોડર દ્વારા લગભગ ૧૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો.

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ તમામ પ્રવૃત્તિઓ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અને સેવા સંદેશને જીવંત રાખીને નાગરિકોમાં સમાજસેવાના પ્રેરણાસ્ત્રોત રૂપે કામ કરે છે. “ગાંધીજીના શબ્દોમાં – ‘સફાઈ એ કર્તવ્ય છે. તે ઈશ્વર પ્રત્યેની ભક્તિ છે. ચાલો, આજે આ વિચારને જીવંત રાખીએ અને મોરબીને સ્વચ્છ રાખીને ગાંધીજીના સપનાને સાકાર કરીએ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર