Thursday, November 13, 2025

મોરબી મહાનગરપાલિકાની જાહેર બસ સેવા તાત્કાલિક શરૂ કરવા કમીશ્નરને રજુઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અગાઉ નગરપાલીકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે બસ સેવા સુચારૂ રીતે ચાલી રહી હતી પરંતુ વર્ષ ૨૦૨૫ માં મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપુર્ણપણે બંધ છે જેના કારણે આજુબાજુના ગામડાઓ જેમ કે શનાળા, સામાકાંઠે, વીરપર, લજાઈ, રવાપર, ઘુનડા, વાવડી સહિતના લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ રોજગાર માટે આવતા કર્મચારીઓ તથા વડીલ નાગરીકોને શહેર સુધી પહોંચવામાં ભારે તકલીફો ભોગવવી પડે છે તહેવારોના સમયગાળા દરમ્યાન તો આ તકલીફો અત્યંત વધે છે.

હાલ મોરબી મહાનગરપાલીકા પાસે ત્રણ જાહેર બસો ઉપલબ્ધ છે તેમ છતાં તેમાંથી કોઈપણ બસ સેવા હાલ પ્રજાને મળતી નથી. તેમજ મોરબી માં સીટી બસ માટે બસસ્ટેન્ડો બનાવો એવી માંગ છે. ઘણો સમય થયો તેમ છતાં મોરબીમાં હજુસુધી કોઈ જાતની જાહેર સુખ સુવિધાઓ ઉપલબ્ધ નથી આના કરતા તો નગરપાલીકા સારી હતી. મહાનગરપાલીકા થતા લોકો માથે ઓઢીને રોવે છે મહાનગરપાલીકાની ઓફીસ પણ નથી તો તાત્કાલીક ઓફીસ પણ બનાવો કર્મચારીઓની ઓફીસ પણ ખંઢેર હાલતમાં હોય છે.

તો કમિશ્નરની ઓફીસ ૧,૨,૩ જે ઓફીસ એસ.સી. વાળી બનાવામાં આવેલ છે અને કર્મચારી માટે કેમ નઈ કર્મચારી જીવ ના જોખમે કામ કરે છે તો તાત્કાલીક ઓફીસ બનાવો તથા બસો તાત્કાલીક ચાલુ કરાવો એવી સામાજીક કાર્યકરો તથા આમ નાગરિકો દ્ધારા માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર