મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
મોરબી: અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ-મોરબી દ્વારા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 6 ડિસેમ્બર 2025, શનિવારે સાંજના 6:30 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમની શરૂઆત નહેરુ ગેટ ચોક પરથી થશે, જ્યાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મોન કેન્ડલ માર્ચ યોજાશે અને અંતે મોરબી મહાનગરપાલિકા ખાતે કાર્યક્રમનું સમાપન થશે. કાર્યક્રમમાં કેન્ડલ પ્રગટાવવાની વિધી, તેમજ ભારતીય બંધારણના આમુખનું વાચન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ અને બહુજન સમાજના અનુયાયીઓને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.