મોરબીમાં ઈંગ્લીશ દારૂની 62 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો, બે ફરાર
મોરબી: મોરબીના વાવડી રોડ પર ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે કોમ્પલેક્ષની શેરીમા આવેલ સીડી પાસેથી રેઇડ કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઈંગ્લીશ દારૂની ૬૨ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો છે. જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે આરોપી લખન નીતીનભાઈ ભટ્ટી રહે વાવડી રૉડ ગાયત્રીનગર શેરી નં.૫ મોરબી તથા રૂષીરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે વાવડી રૉડ સોમૈયા સોસાયટી મોરબી તથા સુઝલ ચંદુભાઈ પાંચોટીયા રહે પ્રભુનગર વાવડી રોડ મોરબી વાળાઓ વાવડી રૉડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે આવેલ કોમ્પલેક્ષની સીડી નીચે ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે કોમ્પલેક્ષની શેરીમા આવેલ સીડી પાસે થી રેઇડ કરતા આરોપી લખન નીતીનભાઈ ભટ્ટી રહે વાવડી રૉડ ગાયત્રીનગર શેરી નં.૫ મોરબીવાળો મળી આવતા સદરહુ ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૬૨ કિ.રૂ.૨૮,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેમજ ઇગ્લીશ દારૂ આપનાર આરોપી રૂષીરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે વાવડી રૉડ સોમૈયા સોસાયટી મોરબી તથા આરોપી સુઝલ ચંદુભાઈ પાંચોટીયા રહે પ્રભુનગર વાવડી રોડ મોરબી વાળા રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા ત્રણેય ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.