મોરબીમાં જુગાર રમતા એક મહીલા સહીત નવ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી શહેરમાં આવેલા વીશીપરામા અને ત્રાજપરમા મોરબી સીટી બી ડીવીજન પોલીસે રેઇડ પાડી હતી. રેઇડ દરમ્યાન બે અલગ અલગ જગ્યાએથી જુગાર રમતા એક મહિલા સહિત નવ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા ધોળેશ્વર રોડ જુની જેલ પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો કાનજીભાઇ મેરૂભાઈ જાસલીયા (ઉ.વ.૭૫), નરસીભાઈ બેચરભાઇ જંજવાડીયા (ઉ.વ.૭૨), તથા શીલ્પાબેન મહેશભાઈ બાબરીયા (ઉ.વ.૨૨) રહે. વીસીપરા ધોળેશ્વર રોડ જુની જેલ પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૮૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબીના ત્રાજપર હડકાઈ માતા વાળી શેરીમાં આરોપી જેન્તીભાઇ ગાંડુભાઈ માજુસાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો જેન્તીભાઇ ગાંડુભાઇ માજુસા ઉવ.૬૦ રહે. ત્રાજપર હડકાઇ માતાવાળી શેરી ભરવાડ સમાજની વંડી આગળ મોરબી-૨, અરસદભાઇ નાજીરભાઇ લશ્કરી ઉવ.૩૩ રહે.લાલબાગ સી-૨ કવાર્ટર નં.૯ મોરબી, દેવજીભાઇ જીવણભાઇ બાવરવા ઉવ.૬૧ રહે. ત્રાજપર હકડાયી માતાવાળી શેરી મોરબી-૨, સુખરામભાઇ પ્રભુભાઇ જીંજવાડીયા ઉવ.૫૯ રહે. ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર મફતીયાપરા મોરબી, રમેશભાઇ પ્રભુભાઇ પાંચોટીયા ઉવ.૬૦ રહે. આનંદનગર સોસાયટી એસ્સાર પંપ પાસે મહેન્દ્રનગર મોરબી-૨, દિનેશભાઇ રામજીભાઇ પાટડીયા ઉવ.૪૨ રહે.ત્રાજપર હકડાયી માતા વાળી શેરી મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ. ૨૫,૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.