મોરબીમાં લગ્ન કરવાનું કહેતા યુવતીને એક શખ્સે માર મારી
મોરબી: મોરબીમાં યુવતીએ એક શખ્સને કહેલ કે તું તારી પત્ની સાથે છુટા છેડા લઈ લે તેમ છતા કેમ છુટા છેડા લેતો નથી અને મારી સાથે કાયદેસર લગ્ન કેમ કરતો નથી તેમ વાત કરતા શખ્સ એકદમ ઉશકેરાઇ જઇ યુવતીને ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજા કરી હતી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ અરિહંત સોસાયટી બ્લોક નં -૩૩/બી જીઆઇડીસી સામે રહેતા નેહલબેન પ્રવિણભાઈ પોપટ (ઉ.વ.૩૨) એ આરોપી યશેષભાઈ પ્રવિણભાઈ ગોહેલ રહે. શનાળા રોડ ગીતાંજલી વિદ્યાલય વૈભવનગર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૬-૨૦૨૩ ના રોજ રાતના એકાદ વાગ્યાના અરસામાં આરોપીએ તા.૧૩/૦૬/૨૦૨૩ ના રાતના એકાદ વાગ્યાના અરશામાં ફરીયાદીને આરોપીએ પોતાના ઘરે હાજર હતા તે વખતે ફરીયાદીએ આરોપીને પહેલા પણ જાણ કરેલ હતી કે તું તારી પત્નિ સાથે છુટા છેડા લઈ લે તેમ છતા તું કેમ છુટા છેડા લેતો નથી અને મારી સાથે કાયદેસર રીતે લગ્ન કેમ કરતો નથી તેમ વાત કરતા આ આરોપી એક દમ ઉશ્કેરાઈ જઈ ગુસ્સે થઈ ફરીયાદી સાથે બોલા ચાલી ઝગડો કરી મારા મારી કરી હાથોથી તથા પગથી લાતોથી ઢીંકા પાટુનો માર મારતા મુંઢ ઈજા કરી ગાળો ભુંડા બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નેહલબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.