મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા
મોરબી: મોરબીના વીસીપરા મેઈન રોડ કુબેર આઈસ ફેકટરી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઈન રોડ કુબેર આઈસ ફેકટરી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમો ઇરફાનભાઇ રહીમભાઇ નારેજાર રહે.વીસીપરા રમેશ કોટન મીલનીમાં મોરબી, અફજલ ઉર્ફે અપુડો કરીમભાઇ સુમરા, રહે.વીસીપરા બિલાલી મસ્જીદ પાછળ બીજી શેરીમાં મોરબી, કરીમાબેન આમદભાઇ વીરમભાઇ સમા, રહે.વીસીપરા ધોળેશ્વર રોડ રમેશ કોટન મીલની ચાલીમાં મોરબી, મરીયમબેન રહીમભાઇ નુરાભાઇ સુમરા, રહે.મોરબી વીસીપરા મેઇન રોડ ફુલછાબ કોલોની કુબેર આઇસ ફેક્ટરી સામે મોરબી, જાનબાઇ રહીમભાઇ કરીમભાઇ નારેજા રહે.વીસીપરા રમેશ કોટન મીલનીમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૦૩૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.