મોરબીમાં વ્યાજખોરોએ માર મારી કરી પઠાણી ઉઘરાણી, પાંચ વ્યાજખોરો વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ
મોરબી: મોરબીમાં એક યુવકે અલગ અલગ વ્યાજખોરો પાસેથી જુદા જુદા ટકાએ ઉચ્ચા વ્યાજે રૂપિયા લીધા હતા. જે વ્યાજ તથા મુડી પરત આપી દિધેલ હોવા છતાં વ્યાજખોરોએ યુવક પાસે IDBI બેંકના યુવકની સહી વાળા કોરા બે-બે ચેકો બળજબરી પૂર્વક મેળવી લઈ યુવકના કાકાના દિકરાની દુકાને જઈ યુવકને ગાળો આપી થપ્પડ મારી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ હનુમાનજીના મંદિર પાછળ રહેતા યશભાઈ ભીમજીભાઈ રંગપરીયા (ઉ.વ.૨૩) એ આરોપી મયુરભાઇ બાબુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી તથા યશભાઇ રાજુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી તથા માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા રહે. રવાપર ગામ તા. જી. મોરબી તથા વિશાલ ઉર્ફે વીડી ડાંગર રહે.રવપર ગામ તા.જી. મોરબી તથા કિશન કુભાંરવાડીયા રહે. રવાપર રોડ મોરબીવાળા વિરુદ્ધ સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને -૨૦૨૦ થી આજદીન સુધી ફરીયાદીએ આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધેલ હોય જે પૈકી આરોપી મયુરભાઈએ રૂ.૫,૦૦,૦૦૦/- માસીક ૩૦ ટકા લેખે આપી તેમજ આરોપી યશભાઈ પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- માસીક ૩૦ ટકા લેખે આપી તેમજ આરોપી માધવ ઉર્ફે મેહુલે રૂ.૯,૦૦,૦૦૦/- માસીક ૨૧ ટકા લેખે આપી તથા આરોપી વિશાલ ઉર્ફે વિડી ડાંગરે રૂ.૭,૦૦,૦૦૦/- માસીક લેખે ૧૮ ટકા લેખે આપેલ હોય જે આરોપીઓને વ્યાજ તથા મુડી પરત આપી દીધેલ હોવા છતા ચારે આરોપીઓ ફરીયાદી પાસે IDBI બેંકના ફરીયાદીની સહી વાળા કોરા બે – બે ચેકો બળજબરી પુર્વક મેળવી લઇ આરોપી વિશાલ ઉર્ફે વિડી ડાંગર અને કિશન કુંભારવાડીયાએ ફરીયાદીના કાકાના દીકરાની દુકાને જઇ ફરીયાદી પાસે રૂપીયાની ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી એક થપ્પડ મારી વધુ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યશભાઈએ પાંચે વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૮૪,૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૨૦૧૧ ની કલમ – ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
