મોરબી: મચ્છુ-૨ની મેઈન કેનાલનું નાલુ મોટુ કરવા જી. પંચાયતના પૂર્વ પ્રમુખે પાણી-પુરવઠા મંત્રીને પત્ર લખી રજુઆત કરી
મોરબી: મોરબી તાલુકાના રવાપર ગામ નજીક આવેલ અવની ચોકડી પાસે મોરબી મચ્છુ -૨ ની મેઇન કેનાલ નીકળે છે. જે કેનાલનું નાલુ નાનુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ઘણી વખત કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. જેના કારણે ત્યાં આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને વાહનોના ધુમાડો તેમજ હોર્નના ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ થતુ હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વાહનો વધુ પડતા દોડતા હોવાના લીધો રોડ સાંકડો પડી રહ્યો છે જેથી ટ્રાફિકના લીધે નગરજનોને થતી તકલીફો ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ પાણી – પૂરવઠા મંત્રી રૂષીકેશ પટેલને પત્ર લખી મચ્છુ -૨ની મેઈન કેનાલનું નાલુ મોટુ કરાવા રજુઆત કરી હતી . તેમજ પત્રમાં જણાવ્યું હતું કે નગરજનોને મચ્છ -૨ની કેનાલનું નાલુ નાનુ પડતું હોવાથી કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.