Thursday, May 22, 2025

મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:વિદ્યાર્થીઓ વિજ્ઞાનના સિદ્ધાંતોને જાણે સમજે અને રોજ બરોજના જીવનમાં વિજ્ઞાનનો વિનિયોગ કરતા થાય વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે સ્વનિર્મિત સાધનો બનાવતા થાય શીખેલું ભણેલું વધુ દ્રઢ થાય એ માટે અત્રેની માધાપરવાડી કુમાર શાળામાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરેલી કુલ 25 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં બિન પરંપરાગત વિધુત સ્ત્રોતથી માનવજીવન અને પર્યાવરણનું રક્ષણ, 3D હોલોગ્રામ,ગ્લોબલ વોર્મિંગ આધારિત,હવાના દબાણ, જળ વ્યવસ્થાપન, ચકડોળ જેવી કૃતિઓ વૈજ્ઞાનિક સિદ્ધાંત સહીત રજુ કરવામાં આવી હતી. માધાપરવાડી કુમાર અને કન્યા બન્ને શાળાના દરેક વિદ્યાર્થીઓએ કૃતિઓ નિહાળીને રસપ્રદ રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની માહિતી મેળવી હતી.

આ બધી કૃતિઓને તૈયાર કરવા માટે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકો પ્રફુલભાઈ સાણંદિયા અને અનિલભાઈ સરસાવાડીયાએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું શાળાના આચાર્ય તુષારભાઈ બોપલિયા અને સમગ્ર સ્ટાફે કૃતિઓનું નિરીક્ષણ કરીને બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી.એમ સંદીપભાઈ લોરીયા તાલુકા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર